ટ્રેનોની `એડબ્લ્યુએસ સિસ્ટમ''ની થશે સમીક્ષા

ટ્રેનોની `એડબ્લ્યુએસ સિસ્ટમ''ની થશે સમીક્ષા
મુંબઈ, તા. 19 :  લોકલ ટ્રેનો મુંબઈની લાઈફલાઈન ગણાય છે. વિશ્વની આ જટીલ સિસ્ટમને ચલાવવા માટે એની સાથે સંકળાયેલી દરેક વ્યક્તિની ભૂમિકા પણ મહત્વની હોય છે. મુંબઈ લોકલ ટ્રેનોની સિસ્ટમ જટીલ છે, પરંતુ સુરક્ષિત પણ છે. એને સુરક્ષિત રાખવા માટે અનેક ટેકનિકનો ઉપયોગ થાય છે, જેમાં `એડબલ્યુએસ' એટલે કે અૉક્ઝિલરી વૉર્નિંગ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. આ સિસ્ટમ લોકલ ટ્રેનને સુરક્ષિત રાખે છે અને લોકોનો જીવ બચાવે છે, પરંતુ લોકલ ચલાવતા મોટરમૅન એનાથી થોડા વ્યથિત છે. આ સિસ્ટમને સિગ્નલના થાંભલા કરતાં પચાસ મીટર કરતાં વધુ દૂર રાખવામાં આવે એવી તેમની માગણી છે. તાજેતરમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સીએસએમટી સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે મોટરમૅનોએ પોતાની સમસ્યા તેમને વર્ણવી હતી. રેલવે પ્રધાને અધિકારીઓની વાત પણ સાંભળી હતી અને આ સિસ્ટમનો રીવ્યુ કરવાનો આદેશ આપ્યો હતો. 

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer