નવી દિલ્હી, તા. 19 : કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના સામે અનેક રાજ્યોમાં તીવ્ર વિરોધ થઈ રહ્યો છે એવા સમયે જ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયના એક નિવેદને વિવાદ જગાવ્યો છે. વાયરલ થયેલા એક વીડિયોમાં વિજયવર્ગીય પત્રકારોને એમ કહેતા સંભળાય છે કે, જો હું પક્ષના કાર્યાલયે સુરક્ષા ચોકિયાતો રાખવા માગીશ તો અગ્નિવીરોને પ્રાથમિકતા અપાશે.
કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શિવસેનાના નેતાઓએ વિજયવર્ગીય પર પ્રહારો કર્યા છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, દેશના યુવાઓ સેનામાં જોડાઈને રાષ્ટ્રની સેવા કરવા માટે દિવસ-રાત સખત મહેનત કરે છે, ભાજપની ઓફિસમાં ચોકિયાત તરીકે નોકરી કરવા માટે નહીં.
Published on: Mon, 20 Jun 2022
અગ્નિવીરોને ભાજપ કાર્યાલયના ચોકિયાત બનાવીશું : વિજયવર્ગીયનો બફાટ
