સાઇકલ પરથી પડી ગયા અમેરીકી પ્રમુખ

સાઇકલ પરથી પડી ગયા અમેરીકી પ્રમુખ
વોશિંગ્ટન, તા. 19 : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાઇકલ ચલાવતા હતા અને જરા ઊભ્યા કે તરત સમતુલન ખોતાં રસ્તા પર પડી ગયા હતા. તેમના બૂટ સાઇકલનાં પેંડલમાં અટવાઇ ગયા. પડી ગયેલા બાયડનને ફરી બેઠા થવામાં સુરક્ષાકર્મી સ્ટાફે મદદ કરવી પડી હતી. આ ઘટના બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, મારી તબિયત સારી છે. કોઇ ઇજા થઇ નથી. કોઇ તબીબી સારવાર કે પરીક્ષણની જરૂર નથી, બાયડન સાઇકલ પરથી પડી ગયા તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer