કરણ વાહી અને નિયતિ ફતનાનીની ચન્ના મેરેયા

કરણ વાહી અને નિયતિ ફતનાનીની ચન્ના મેરેયા
સ્ટાર ભારત પર ટૂંક સમયમાં ચન્ના મેરેયા સિરિયલ શરૂ થશે. આ સિરિયલમાં કરણ વાહી અને નિયતિ ફતનાની મુખ્ય ભૂમિકા ભજવતાં જોવા મળશે. બિયોન્ડ ડ્રીમ્સ નિર્મિત આ શૉ પ્રેમ અને રસોઈ બનાવવાની ઈચ્છા વિશે છે. કરણે જણાવ્યું હતું કે, ચન્ના મેરેયાથી ટીવી સિરિયલોમાં પુનરાગમન કરવાનો મને આનંદ છે. હું આદિત્યનું પાત્ર ભજવું છું જે શ્રેષ્ઠ શેફ બનાવની ઈચ્છા રખાવે છે. તેને રસોઈ બનાવવાની ઈચ્છા છે. મને આશા છે કે આ સિરિયલની સંકલ્પના દર્શકોને ગમશે અને તેઓ મારા પાત્ર સાથે જોડાશે. 
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer