બેંગ્લુરુ, તા. 20 : દ. આફ્રિકાના કોચ માર્ક બાઉચર ભારતીય મીડિયમ પેસર ભુવનેશ્વર કુમારથી ઘણા પ્રભાવિત છે. ભુવનેશ્વર આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો છે. તેણે 4 મેચમાં 6 વિકેટ લીધી હતી. આખરી મેચ વરસાદને લીધે રદ થયો હતો.
આ મેચ બાદની પત્રકાર પરિષદમાં આફ્રિકી કોચ બાઉચરે કહ્યંy કે ભુવીને આ સિરીઝમાં પ્રદર્શન વિશેષ રહ્યંy. અમે ઉચ્ચ સ્તરની બોલિંગનો સામનો કર્યો. તેણે (ભુવનેશ્વરે) પાવર પ્લેમાં અમને દબાણમાં રાખ્યા. એમ મેચ (દિલ્હી)ને છોડીને ભારતે પાવર પ્લેમાં બોલ અને બેટથી દબદબો બનાવ્યો. કોચ બાઉચરે એમ પણ જણાવ્યું કે પૂરી શ્રેણીમાં અમને મીડલ ઓર્ડર બેટસમેન એડન માર્કરમની ખોટ પડી. તેણે આઇપીએલમાં શાનદાર દેખાવ કર્યો હતો. શ્રેણી પૂર્વે થાને લીધે તે કોરોના સંક્રમિત થયો. ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વિશ્વ કપની તૈયારીને લઈને અમારા ખેલાડીઓને આ શ્રેણીમાંથી ઘણું શિખવાનું મળ્યું.
Published on: Tue, 21 Jun 2022