કૉચ દ્રવિડ અને બાકીના ખેલાડીઓ ઇંગ્લૅન્ડ રવાના

કૉચ દ્રવિડ અને બાકીના ખેલાડીઓ ઇંગ્લૅન્ડ રવાના
આયરલૅન્ડ પ્રવાસની ટીમ ગુરુવારે રવાના થશે
મુંબઇ, તા. 20 : હાર્દિક પંડયાના સુકાનીપદ હેઠળની આયરલેન્ડ પ્રવાસની ટીમમાં પસંદ થયેલા ખેલાડીઓ 23 જૂની રવાના થશે. જ્યારે કોચ રાહુલ દ્રવિડ, ઋષભ પંત અને શ્રેયસ અય્યર આજે ઈંગ્લેન્ડ માટે રવાના થયા છે. જ્યારે સ્ટેન્ડબાય ખેલાડી મયંક અગ્રવાલ ભારતમાં જ રહેશે. રોહિત શર્માના કેપ્ટનપદ હેઠળની ભારતીય ટીમ તા. 1 જુલાઇથી એજબેસ્ટનમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. જે ગયા વર્ષની શ્રેણીનો બાકી રહેતો પાંચમો અને અંતિમ મેચ છે. ટીમના બાકીના તમામ ખેલાડીઓ પહેલેથી ઇંગ્લેન્ડ પહોંચી ગયા છે. 
હાર્દિક પંડયાના સુકાનીપદ હેઠળની ટીમ આયરલેન્ડ સામે 26 અને 28 જૂને બે ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમશે. બીજી તરફ ઇંગ્લેન્ડ સામેની ટી-20 અને વન ડે શ્રેણીની ટીમની હજુ જાહેરાત થઇ નથી. જેમાં તમામ સીનીયર્સ ખેલાડીઓની વાપસી નિશ્ચિત મનાઇ રહી છે. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી પહેલા જ સંકેત આપી ચૂકયા છે કે ઇંગ્લેન્ડ સામેની ટીમ ટી-20 વર્લ્ડ કપને ધ્યાને રાખીને પસંદ કરાશે.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer