ઍર ઈન્ડિયા 300 જેટલાં વિમાનો ખરીદવાની તૈયારીમાં

ઍર ઈન્ડિયા 300 જેટલાં વિમાનો ખરીદવાની તૈયારીમાં
મુંબઈ, તા. 20 : ઍર ઈન્ડિયા લિ. 300 જેટલા નેરોબોડી જેટનો ઓર્ડર આપવાનું વિચારી રહી હોવાના સંકેત જાણકાર સૂત્રોએ આપ્યા છે. કોમર્શિયલ ધોરણે ઉડ્ડયન કરતી ઍરલાઈન માટે આ અત્યાર સુધીના સૌથી મોટા ઓર્ડર પૈકીનો એક હોઈ શકે છે. આનું કારણ એ કે ઍરલાઈન નવી માલિકી હેઠળ તેના કાફલામાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. 
સૂત્રોએ કહ્યું કે, ઍરલાઈન ઍરબસ એસના એ320નિઓ ફેમિલી જેટ અથવા બોઇંગ કંપનીના 737 મેક્સ મોડલ અથવા બંનેના  સંયોજનમાં ઓર્ડર આપે એવી ધારણા છે. એક અંદાજ પ્રમાણે 300 જેટલા 737 મેક્સ-10 જેટ માટેનો સોદો તેના સ્ટિકરની કિંમતે 40.5 અબજ ડૉલરનો હોઈ શકે છે. જોકે, આવી મોટી ખરીદીમાં ડિસ્કાઉન્ટ મળવું સામાન્ય છે. 
ભારતમાં નેરોબોડી ઍરક્રાફ્ટનો ઓર્ડર મળવો એ બોઇંગ માટે પરિવર્તનકારી હશે, કારણકે દેશમાં અત્યારે પ્રતિસ્પર્ધી એરબસનું વર્ચસ્વ છે.  કોવિડ મહામારી પહેલા ભારતીય બજાર વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર હતું. ઈન્ટરગ્લોબ એવિએશન લિ. દ્વારા સંચાલિત, ઈન્ડિગો બોઈંગના સૌથી વધુ વેચાતા નેરોબોડી ઍરક્રાફ્ટ માટે વિશ્વની સૌથી મોટી ગ્રાહક છે, જે 700 થી વધુ ઓર્ડર આપે છે અને વિસ્તારા, ગો ઍરલાઈન્સ ઈન્ડિયા લિ. અને ઍરએશિયા ઈન્ડિયા લિ. સહિતની ઍરલાઈન્સ પાસે એક જ પરિવારના ફ્લાય પ્લેન છે. 
300 વિમાનોનું ઉત્પાદન અને ડિલિવરી કરવામાં કદાચ અનેક વર્ષો અથવા એક દાયકા કરતાં પણ વધુ સમય લાગશે. એરબસ એક મહિનામાં લગભગ 50 નેરોબોડી જેટ બનાવે છે, જે વર્ષ 2023ના મધ્ય સુધીમાં વધારીને 65 અને વર્ષ 2025 સુધીમાં 75 કરવાની યોજના છે. 
જોકે, આ મુદ્દે ઍર ઇન્ડિયા અને બોઇંગના પ્રતિનિધિઓએ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ઍરબસના પ્રતિનિધિએ કહ્યું કે કંપની હંમેશા વર્તમાન અને સંભવિત ગ્રાહકોના સંપર્કમાં હોય છે. 
ઉડ્ડયન સલાહકાર કંપની એટી-ટીવીના મૅનાજિંગ પાર્ટનર સત્યેન્દ્ર પાંડેએ કહ્યું કે, આ ઓર્ડરમાં સંભવિતપણે યોગ્ય સંચાલન માટે ધિરાણની નવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે, જેમાં બૃહદ આર્થિક ટ્રેન્ડ ખાસ કરીને વધઘટ થતો રૂપિયો અને વધતા ફુગાવાનો સમાવેશ છે. કેટલીક એરલાઇન્સે માત્ર એ જાણવા માટે મોટા ઓર્ડરો આપ્યા છે કે તેઓ અનુકૂળ શરતો પર ધિરાણ અપાવવામાં અસમર્થ છે.  
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer