સત્યાગ્રહના મંચ પરથી કૉંગ્રેસ નેતાનો વાણી વિલાસ

પીએમ હિટલરના રસ્તે ચાલશે એવી જ રીતે મરશે
નવી દિલ્હી, તા. 20: ઇડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ અને અગ્નિપથ યોજનાના વિરોધમાં દિલ્હીના જંતર મંતરે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસના એક  વરિષ્ઠ નેતાએ પીએ મોદીને લઈને વાંધાજનક નિવેદન કર્યું છે. સુબોધકાંત સહાયે કહ્યું છે કે પીએમ હિટલરના રસ્તે ચાલશે તો હિટલરની જેમ જ મરશે. 
અગ્નિપથ યોજનાને લઈને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે પણ કેન્દ્ર સરકાર ઉપર નિશાન તાક્યું છે અને કહ્યું છે કે કેન્દ્ર સરકાર દેશના તમામ યુવાનોને ચોકીદાર બનાવવાની કોશિશ કરી રહી છે. બધેલે દાવો કર્યો હતો કે યોજનાથી દેશના યુવાનોનું ભવિષ્ય અને સરહદની સુરક્ષા જોખમમાં મુકાશે. સાથે જ ઇડીની કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, મોંઘવારી, બેરોજગારી અને રાફેલ જેવા મુદ્દે રાહુલ ગાંધીએ અવાજ ઉઠાવ્યો છે. જેનાં કારણે કેન્દ્ર સરકાર રાહુલ સામે કાર્યવાહી કરી રહી છે.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer