અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : મહારાષ્ટ્રમાંથી સોમવારે કોરોનાના 2354 નવા કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાંથી અત્યાર સુધી કોરોનાના કુલ 79,38,103 કેસ મળ્યા છે. રાજ્યમાં અત્યારે 24,613 દરદી સારવાર હેઠળ છે. રવિવારે રાજ્યમાંથી 4004 અને શનિવારે 3317 નવા કેસ મળ્યા હતા.
છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં બે કોરોનાગ્રસ્તના મૃત્યુ થયા હતા. આને લીધે રાજ્યનો મૃત્યાંક 1,47,888નો થઈ ગયો હતો. રાજ્યનો મૃત્યુ દર 1.86 ટકા છે.
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 1485 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 77,65,602 દરદીઓને રજા અપાઈ છે. રાજ્યનો રિક્વરી રેટ 97.83 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,16,26,220 ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 79,38,103 ટેસ્ટ (09.72 ટકા) પોઝિટિવ આવી છે.
મુંબઈમાં કોરોનાના 1310 કેસ
સોમવારે મુંબઈમાંથી કોરોનાના 1310 નવા કેસ મળ્યા હતા. એ સાથે મુંબઈમાંથી અત્યાર સુધી કોરોનાના કુલ 10,95,954 કેસ મળ્યા છે. મુંબઈમાં અત્યારે કુલ 14,089 કોરોનાગ્રસ્તો સારવાર હેઠળ છે. સોમવારે જે નવા દરદી મળ્યા હતા. એમાંથી 97 દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.
રવિવારે મુંબઈમાંથી 2087 અને શનિવારે 2054 નવા દરદી મળેલાં. છેલ્લાં 24 કલાકમાં બે કોરોનાગ્રસ્તના મૃત્યુ થયા હતા. આમ શહેરનો મૃત્યાંક વધીને 19,585નો થઈ ગયો હતો.
શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 1116 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી 10,62,280 દરદી સાજા થઈને ઘરે ગયા છે. મુંબઈનો રિકવરી રેટ 97 ટકા છે જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 0.181 ટકા છે. મુંબઈનો ડબાલિંગ રેટ 374 દિવસનો છે.
છેલ્લા 24 કલાકમાં 9949 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 1,73,97,766 ટેસ્ટ કરાઈ છે.
Published on: Tue, 21 Jun 2022