નવી દિલ્હી, તા. 20 : કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. જો કે, તબીબોએ તેમને ઘરે જ આરામ કરવાની સલાહ આપી છે. સોનિયા ગાંધી છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા અને કોરોના ચેપ બાદ આવેલી મુશ્કેલીઓની સારવાર ચાલી રહી હતી. ગાંધી 2જી જૂનના કોરોનાથી સંક્રમિત થયા હતા. એ પછી જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ઇડીએ ગાંધીને નાણાં ઉચાપત કેસમાં 23મી જૂનના હાજર થવા કહ્યું છે. સોનિયા ગાંધીને રજા મળી હોવાની જાણકારી પક્ષ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કરીને આપી હતી.
Published on: Tue, 21 Jun 2022