કાશ્મીરમાં સેનાનું સફાઈ અભિયાન 24 કલાકમાં સાત આતંકવાદી ઠાર

શ્રીનગર, તા. 20 : કાશ્મીરમાં સોમવારે સુરક્ષા દળોએ વધુ ત્રણ આતંકવાદીને ઠાર માર્યા હતા. આમ, છેલ્લા 24 કલાકમાં વિવિધ ઘર્ષણોમાં કુલ્લ સાત આતંકવાદી ફૂંકી મારતાં સેનાએ મોટી સફળતા મેળવી છે. આજે કુપવાડામાં બે અને પુલવામા જિલ્લામાં થયેલા એન્કાઉન્ટરમાં એક મળીને ત્રણ આતંકીને જાંબાઝ જવાનોએ ઢેર કર્યા હતા.
ગઈકાલે રવિવારે કુપવાડા એન ફુલગામમાં થયેલાં ઘર્ષણોમાં ચાર આતંકવાદી ઠાર મરાયા હતા, જેમાંથી એક પાકિસ્તાની હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ પુલવામાના ચટપોરા વિસ્તારમાં ઘેરાબંદી અને તલાશી અભિયાન છેડયું હતું.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer