નવી દિલ્હી, તા. 20 : ભારતના ઉત્તર-પૂર્વના રાજ્યોમાં લાંબા સમયથી જારી અનરાધાર વરસાદે જનજીવનને પરેશાન કરી મુક્યું છે. મેઘાલયનું માસિનરામ અત્યારે પૃથ્વી પરનું સૌથી ભીનું સ્થળ બની ગયું છે.
ઉત્તરાખંડમાં વરસાદ સાથે બરફ પડતાં હેમકુંડ સાહેબ યાત્રા સ્થગિત કરી દેવી પડી છે.
મેઘાલયમાં અનેક ક્ષેત્રોમાં એ હદે વરસાદ થયો છે કે, અગાઉના તમામ વિક્રમો તૂટી ગયા છે. રાજ્યના અનેક ભાગોમાં મૂશળધાર વરસાદનાં દૃશ્યો બતાવતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
બીજીતરફ ઉત્તરાખંડમાં લગાતાર વરસાદ અને બરફવર્ષાનાં પગલે ખરાબ હવામાનને ધ્યાને લેતાં 300થી 400 શીખ યાત્રીઓને ગોવિંદઘાટ ગુરુદ્વારા પર જ રોકી દેવાયા હતા.
Published on: Tue, 21 Jun 2022