સાંગલીમાં એક જ પરિવારના નવનાં મૃત્યુ : આત્મહત્યાની શંકા

સાંગલીમાં એક જ પરિવારના નવનાં મૃત્યુ : આત્મહત્યાની શંકા
સાંગલી, તા.20 (પીટીઆઇ) : મહારાષ્ટ્રમાંના સાંગલી જિલ્લામાં આવેલા મિરજમાં એક જ પરિવારના નવ સભ્યોના સંદિગ્ધ હાલતમાં મૃતદેહ મળ્યા છે. આ ઘટના મિરજથી 12 કિલોમીટર દૂર આવેલા મ્હૈસાલના અંબિકાનગરમાં બની છે, જેમાં બે ભાઇઓએ પોતાના પરિવાર સાથે ઝેર પીને આત્મહત્યા કરી છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે જણાવ્યું હતું કે આ કેસ આત્મહત્યાનો જણાઇ રહ્યો છે. હાલ આત્મહત્યા છે કે હત્યા એ વાતની પુષ્ટિ થઇ નથી. પોલીસ અનુસાર રવિવારે રાતે અંબિકાનગરમાં માણેક વનમોર અને પોપટ વનમોર એમ બે ભાઇઓના પરિવારે ઝેર પીને આત્મહત્યા કરી છે. સાંગલી પોલીસને એક ઘરમાંથી ત્રણ જ્યારે બીજા ઘરમાંથી છ મૃતદેહો મળી આવ્યા હતા.  આ મામલે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer