મુંબઈ, થાણેમાં આજે ઓરેન્જ ઍલર્ટ

મુંબઈ, થાણેમાં આજે ઓરેન્જ ઍલર્ટ
મુંબઈ, તા.20 : ભારતીય હવામાન ખાતાએ સોમવારે 21મી જૂન માટે મુંબઈ અને થાણેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આ એલર્ટ ભારેથી અતિભારે વરસાદ માટેનું હોય છે. 20મી અને 21મી જૂને શહેરના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. રાયગઢ, સિંધુદુર્ગ અને છૂટા છવાયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. અહીં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 
મુંબઈમાં આવતીકાલે વાદળિયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની તેમ જ છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કોલાબા વેધશાળાએ કરી છે. આવતીકાલે મહત્તમ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ ઉષ્ણતામાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં કોલાબામાં 67.0 મિ.મી અને સાંતાક્રુઝમાં 12.5 મિ.મી વરસાદ નોંધાયો નહોતો. રાત્રે 8.30 વાગ્યે પૂરા થયેલા બાર કલાકમાં કોલાબામાં  17.8 મિ.મી અને સાંતાક્રુઝમાં 3.3 મિ.મી વરસાદની નોંધ થઇ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું. મોસમનો કુલ વરસાદ કોલાબામાં 219.0 મિ.મી અને સાંતાક્રુઝમાં 127.8 મિ.મી નોંધાયો હતો.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer