શાહરુખ ખાનના બંગલાનું લીઝ 1981માં પૂરું થઈ ગયું હોવાનો આક્ષેપ

શાહરુખ ખાનના બંગલાનું લીઝ 1981માં પૂરું થઈ ગયું હોવાનો આક્ષેપ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : ઔરંગાબાદમાં કન્નડ મતદારસંઘના માજી વિધાનસભ્ય હર્ષવર્ધન જાધવે અભિનેતા શાહરુખ ખાનના બાંદ્રાસ્થિત બંગલા મન્નતના મુદ્દે સોમવારે ગંભીર આરોપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મન્નત બંગલો સરકારી જમીન પર ઊભો છે અને એનો કરાર 1981માં પૂરો થઈ ગયો છે. હજી સુધી એકેય મુખ્ય પ્રધાને આ કરાર રિન્યુ કર્યો નથી. 
તેમણે કહ્યું હતું કે હું મંગળવારે (આજે) આ વિશે પત્રકારો સાથે સંવાદ કરીશ. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને કૉંગ્રેસની સરકારોએ એકદમ અલ્પ દરમાં સરકારી જમીન લોકોને ભાડા પર આપી છે. આમાંથી મોટાભાગની જમીનના ભાડાં હવે બંધ થઈ ગયા છે એટલે સરકારી તિજોરીમાં આવક આવવાની પણ બંધ થઈ છે. કોઈપણ સરકાર જમીનનું ભાડું વસૂલ કરવા તૈયાર નથી. આ ભાડાં વસૂલ કરવામાં આવે તો રાજ્ય કરમુક્ત થઈ શકે છે. ભાડું ન આપવામાં શાહરુખ ખાનનો પણ સમાવેશ છે. તેનો કરાર 1981માં પૂરો થઈ ગયો હતો, પણ એકેય સરકારે આ કરાર રિન્યુ કર્યો નથી.
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer