વ્હાઈટ હાઉસ પાસે ગોળીબારથી ભય ફેલાયો : એક બાળકનું મૃત્યુ

વ્હાઈટ હાઉસ પાસે ગોળીબારથી ભય ફેલાયો : એક બાળકનું મૃત્યુ
વોશિંગ્ટન, તા. 20 : અમેરિકામાં લોહિયાળ ગોળીબારની ઘટનાઓ વધતી જાય છે. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ પાસે યુસ્ટ્રીટમાં સંગીતના કાર્યક્રમ દરમ્યાન ગોળીબાર થતાં એક બાળકનું મોત થયું હતું.
આ હિંસક હુમલામાં પોલીસ અધિકારી સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. જ્યાં ગોળીબાર થયો તે વિસ્તાર વ્હાઈટ હાઉસની સાવ નજીક છે.
`મોચેલા' નામે એક જુનેટીનમ્યુઝિકલ પ્રોગ્રામનાં સ્થળ પર નિશાન સાધતાં અજ્ઞાત હુમલાખોરે ગોળીઓ વરસાવી હતી. ખાસ ઉલ્લેખનીય છે કે, દુનિયામાં સૌથી વધુ નાગરિકો દ્વારા ગન ખરીદવાનું ચલણ અમેરિકામાં છે. 
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer