આજે વિશ્વ યોગ દિન સફળ બનાવવા વડા પ્રધાનની અપીલ

આજે વિશ્વ યોગ દિન સફળ બનાવવા વડા પ્રધાનની અપીલ
નવી દિલ્હી, તા. 20 : રક્ષા સેવાઓમાં ભરતી માટેની નવી અગ્નિપથ યોજના ઉપર પૂરા દેશમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવાની અપીલ કરી છે. મોદીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે. આ વખતનું આયોજન માનવતા માટે યોગ થીમ ઉપર થવાનું છે. લોકો મળીને યોગ દિવસને સફળ બનાવે અને યોગની લોકપ્રિયતાને વધુ વધારે. વડાપ્રધાન મોદીએ આ ટ્વિટ હિન્દી, અંગ્રેજી સહિત અલગ અલગ ભાષામાં કર્યું હતું. 
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer