હિમાચલમાં કૅબલ કાર હવામાં લટકી : 11 યાત્રીને બચાવાયા

હિમાચલમાં કૅબલ કાર હવામાં લટકી : 11 યાત્રીને બચાવાયા
નવી દિલ્હી, તા. 20 : હિમાચલ પ્રદેશના પરવાણુમાં કેબલ કાર હવામાં લટકી હતી. જેમાં 11 પર્યટક ફસાતા જીવ અદ્ધર થયો હતો. ત્રણ કલાક લાંબા અભિયાન બાદ તમામ લોકોને સહી સલામત બહાર લાવવામાં આવ્યા હતા. આ જાણકારી સોલનના એસપી વિરેન્દ્ર શર્માએ આપી હતી. ટેકનિકલ ખામીના કારણે ઘટના બની હતી.
સોલન એસપીના કહેવા પ્રમાણે યાત્રીઓને બચાવવા માટે કેબલ ઉપર એક ટ્રોલી લગાડવામાં આવી હતી. યાત્રીઓને બચાવ ઉપકરણના માધ્યમથી નીચે કૌશલ્યા નદીમાં ઉતારવામાં આવ્યા હતા. ટિમ્બર ટ્રેલ ઓપરેટરની ટેક્નિકલ ટીમ પણ તૈનાત છે અને પોલીસ સ્થિતિની દેખરેખ કરી રહી છે. આ ઉપરાંત એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી.  કેબલ કાર ટ્રિમ્બર ટ્રેલ રિસોર્ટની છે. જે હિમાચલ પ્રદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. 
Published on: Tue, 21 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer