ફરહાન અખ્તરને ડૉન-3નો વિચાર પણ આવ્યો નથી

ફરહાન અખ્તરને ડૉન-3નો વિચાર પણ આવ્યો નથી
છેલ્લા થોડા દિવસથી ફરહાન અખ્તર દિગ્દર્શિત ડૉન ફિલ્મના ત્રીજા ભાગ વિશે ચર્ચા સાંભળવા મળે છે. ડૉન-3માં શાહરૂખ ખઆન અને અમિતાભ બચ્ચન સાથે કામ કરશે એવા સમાચાર પણ જોવા મળે છે. જોકે, ફરહાનના નિકટના સૂત્રોએ આ અટકળોને હસી કાઢતાં કહ્યું હતું કે, ફરહાને ડૉન-3નો વિચાર પણ આવ્યો નથી. એટલે નજીકના ભવિષ્ણાં તો આ ફિલ્મ બનાવની નથી. વળી એમાં શાહરૂખ અને બિગ બીને  લેવાની વાત તો કોણે ઉપજાવી કાઢી તે જ સમજાતું નથી. હા, આ બંને ડૉન કલાકારોને લઈએ તો સારી વાર્તા બને, પરંતુ આ બધી દૂરની વાત છે. શાહરૂખ અભિનિત ડૉનના ચાહકો ડૉન-3ની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે તે સાચી વાત છે, પરંતુ ડૉ-2 2011માં આવી ત્યાર પછી ફરહાને એક પણ ફિલ્મનું દિગ્દર્શન કર્યું નથી. હવે તે જી લે જરાનું દિગ્દર્શન કરવાનો છે. ડૉન-3 તો માત્ર અફવા જ છે. 
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer