ફિલ્મ ચંડીગઢ કરે આશિકીમાં ટ્રાન્સ વુમનનું પાત્ર ભજવનારી અભિનેત્રી વાણી કપૂરે અત્યાર સુધી હંમેશાં પડકારરૂપ પાત્રો જ ભજવ્યા છે, જેથી પોતાની અભિનય ક્ષમતા દર્શાવી શકે. હવે તેણે સોશિલય કૉમેડી ફિલ્મ સર્વગુણ સંપન્ન સાઈન કરી છે. દિનેશ વિજાન નિર્મિત આ ફિલ્મમાં 90'ના દાયકાની વાર્તા છે અને વાણી પૉર્ન સ્ટાર જેવી ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં વાણી નાના શહેરમાં રહેતી અને જાણીતી પૉર્ન સ્ટાર જેવી દેખાતી યુવતી બની છે. ફિલ્મની વાર્તા કૉમેડી છે પણ ઘણો ગંભીર સંદેશ આપે છે. વાણી દ્રઢ મનોબળ ધરાવતી અને પુરુષપ્રધાન સમાજની જુનવાણી વિચારોની સામે લડતી યુવતીની ભૂમિકામાં છે. ફિલ્મમેકર કુણાલ દેશમુખની પત્ની શોનાલી રતન આ ફિલ્મથી દિગ્દર્શિકા તરીકે કારકિર્દી શરૂ કરશે. અગાઉ સોનાલીએ પતિને જન્નત, તુમ મિલે, રાજા નટવરલાલ અને શિદ્દતના દિગ્દર્શનમાં મદદ કરી હતી. શોનાલીએ ફિલ્મનું પ્રી-પ્રૉડકશન કામ શરૂ કરી દીધું છે.
સર્વગુણ સંપન્ન વાણીની પ્રથમ સૉલા લીડ
ફિલ્મ છે. આ ફિલ્મનો સંપૂર્ણ ભાર તેના ખભે છે. આથી જ તેણે પાત્રને અનુરૂપ થવાની તૈયારી શરૂ કરી દીધી છે.
બીજી તરફ વાણી અને રણબીર કરૂર અભિનિત શમશેરા હવે બાવીસમી જુલાઈએ રજૂ થશે. ફિલ્મમાં ડાકુઓની ટોળકીની વાર્તા છે જે અંગ્રેજના શાસનમાં આઝાદી માટે લડત ચલાવે છે. શમશેરામાં વાણી રણબીરની પ્રેમિકાની ભૂમિકામાં છે, જ્યારે સંજય દત્ત ખલનાયક છે.
Published on: Wed, 22 Jun 2022