અભિનેતા અક્ષય કુમાર એક એવો સ્ટાર છે જે સતત ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત રહેતો હોય છે. તેની તાજેતરમાં રજૂ થયેલી બે ફિલ્મો ફ્લોપ ગઈ છે છતાં તે નવી ફિલ્મો પણ સાઈન કરે છે. હવે તેણે દિનેશ વિજાનની આગામી ફિલ્મ સાઈન કરી છે જે ભારતીય વાયુદળ પર આધારિત છે. આ ફિલ્મ વાયુદળના વિજય પરની હોવાથી તેમાંઅક્ષય વાયુદળના અધિકારીની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મનું શૂટિંગ 2023માં શરૂ થશે અને 2014માં તે થિયેટરમાં રજૂ થશે.
નોંધનીય છે કે, અગાઉ ફિલ્મ રુસ્તમમાં અક્ષય વાયુદળના અધિકારીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. દિનેશની ફિલ્મમાં અક્ષયની પસંદગી થઈ ગઈ છે, પરંતુ અન્ય કલાકારો ટૂંક સમયમાં નક્કી થશે. ફિલ્મના શૂટિંગની તારીખ અક્ષય નક્કી કરશે. હાલમાં અક્ષય પાસે ત્રણ ફિલ્મો છે, જેમાં રક્ષાબંધન, રામ સેતૂ, મિશન સિન્ડ્રેલા, ઓહ માય ગૉડ-2, સેલ્ફી અને એક તામિલ ફિલ્મ સૂરારાઈ પોટ્રુની હિન્દી રિમેકનો સમાવેશ થાય છે.
Published on: Wed, 22 Jun 2022