ભારતીય મૂળનાં લિસા સ્ટાલેકર ફિકાનાં પહેલાં મહિલા અધ્યક્ષ

ભારતીય મૂળનાં લિસા સ્ટાલેકર ફિકાનાં પહેલાં મહિલા અધ્યક્ષ
લંડન, તા.21: ઓસ્ટ્રેલિયાની પૂર્વ દિગ્ગજ ક્રિકેટર લિસા સ્ટાલેકર ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ એસોસિએશન (ફિકા)ની પહેલી મહિલા અધ્યક્ષ બની છે. સ્વિત્ઝરલેન્ડના નિયોનમાં આયોજિત ફિકાની કાર્યકારી સમિતિની બેઠકમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની પૂર્વ કપ્તાન 42 વર્ષીય લિસા સ્ટાલેકરને અધ્યક્ષ પદ સોંપવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. દ. આફ્રિકાના પૂર્વ બેટસમેન બેરી રિચર્ડસ, વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર જિમ્મી એડમ્સ અને ઇંગ્લેન્ડનો પૂર્વ ખેલાડી વિક્રમ સોલંકી અગાઉ આ પદ સંભાળી ચૂકયા છે.
પૂણેમાં જન્મેલી લિસા સ્ટાલેકરે ઓસ્ટ્રેલિયા તરફથી ત્રણેફ ફોર્મેટમાં કુલ 187 ઇન્ટરનેશનલ મેચમાં પ્રતિનિધિત્વ કર્યું છે. વન ડેમાં તેણીએ 125 મેચમાં બે સદી અને 16 અર્ધસદીથી 2728 રન કર્યાં છે. આ ઉપરાંત સ્પિનરના રૂપમાં 146 વિકેટ લીધી છે. વન ડે ક્રિકેટમાં 1000 રન અને 100 વિકેટ લેનારી લિસા પહેલી મહિલા ક્રિકેટર હતી. તેણી 8 ટેસ્ટ અને 54 ટી-20 ઇન્ટરનેશનલ મેચ પણ રમી ચૂકી છે. 
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer