મહારાષ્ટ્રમાં કોરોનાના 3659 નવા કેસ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્રમાંથી મંગળવારે કોરોનાના 3659 નવા કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાંથી અત્યાર સુધી કોરોનાના કુલ 79,41,762 કેસ મળ્યા છે. રાજ્યમાં અત્યારે 24,915 દરદી સારવાર હેઠળ છે. સોમવારે રાજ્યમાંથી 2354, રવિવારે 4004 અને શનિવારે 3317 નવા કેસ મળેલા છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં એક કોરોનાગ્રસ્તનું મૃત્યુ થયું હતું. આને લીધે રાજ્યનો મૃત્યાંક 1,47,889નો થઈ ગયો હતો. રાજ્યનો મૃત્યુ દર 1.86 ટકા છે.         
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 3356 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 77,68,958 દરદીઓને રજા અપાઈ છે. રાજ્યનો રિક્વરી રેટ 97.82 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 8,16,65,314 ટેસ્ટ કરવામાં આવી છે અને એમાંથી 79,41,762 ટેસ્ટ (09.72 ટકા) પોઝિટિવ આવી છે.
મુંબઈમાં કોરોનાના 1781 કેસ 
મંગળવારે મુંબઈમાંથી કોરોનાના 1781 નવા કેસ મળ્યા હતા. એ સાથે મુંબઈમાંથી અત્યાર સુધી કોરોનાના કુલ 10,97,745 કેસ મળ્યા છે. 
મુંબઈમાં અત્યારે કુલ 14,146 કોરોનાગ્રસ્તો સારવાર હેઠળ છે. મંગળવારે જે નવા દરદી મળ્યાં હતાં, એમાંથી 87 દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. 
સોમવારે મુંબઈમાંથી 1310, રવિવારે 2087 અને શનિવારે 2054 નવા દરદી મળેલાં. છેલ્લાં 24 કલાકમાં એક કોરોનાગ્રસ્તનું મૃત્યુ થયું હતું. આમ શહેરનો મૃત્યાંક વધીને 19,586નો થઈ ગયો હતો. 
શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 1723 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી 10,64,003 દરદી સાજા થઈને ઘરે ગયા છે. મુંબઈનો રિકવરી રેટ 97 ટકા છે જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 0.183 ટકા છે. મુંબઈનો ડબાલિંગ રેટ 369 દિવસનો છે. 
છેલ્લા 24 કલાકમાં 10,546 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 1,74,08,312 ટેસ્ટ કરાઈ છે. 
પાલિકાએ કહ્યું હતું કે એના કુલ 24,751 ખાટલામાંથી અત્યારે 626 ખાટલા જ કોરોનાગ્રસ્ત દરદીથી ભરેલા છે. અત્યારે કુલ 83 દરદી ઓક્સિજન પર છે.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer