29મી જૂને ડિગ્રી કૉલેજ ઍડમિશનનું પ્રથમ મેરિટ લિસ્ટ

મુંબઈ, તા. 21 : મુંબઈ યુનિવર્સિટીએ ડિગ્રી કૉલેજમાં વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે મેરિટ લિસ્ટની તારીખો જાહેર કરી દીધી છે. યુનિવર્સિટી સંલગ્ન લગભગ 800 કૉલેજો પોતાનું પહેલું મેરિટ લિસ્ટ 29 જૂને બહાર પાડશે. બીજું મેરિટ લિસ્ટ સાતમી જુલાઈએ અને ત્રીજું મેરિટ લિસ્ટ 14 જુલાઈએ બહાર પાડવામાં આવશે. યુનિવર્સિટીએ એડમિશન માટે જરૂરી અૉનલાઈન રજિસ્ટ્રેશન અને ફૉર્મ ભરવા માટેની મુદત 25 જૂન સુધી વધારી દીધી છે.
સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડના 12મા ધોરણના પરિણામ હજી જાહેર થયા નથી. આથી આ વર્ષે સ્ટેટ બોર્ડના 12મા ધોરણના પરિણામના લગભગ 12 દિવસ બાદ મેરિટ લિસ્ટની તારીખો જાહેર કરાઈ છે. સીબીએસઈ અને આઈસીએસઈ સહિત અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને તેમની પસંદગીની કૉલેજોમાં એડમિશન આપવા માટે યુનિવર્સિટીએ કૉલેજોને તેમની સીટની સંખ્યા વધારવાની મંજૂરી આપી છે. યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યા મુજબ અન્ય બોર્ડના વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે કૉલેજોને મેરિટ લિસ્ટ મુજબ સીટમાં વધારો કરવાની છૂટ આપવામાં આવી છે, જેથી કોઈપણ વિદ્યાર્થી એડમિશનથી વંચિત ન રહે.
પ્રવેશ પ્રક્રિયા
ફૉર્મ વેચાણ : 25 જૂન
પ્રી એડમિશન અૉનલાઈન 
એન્રોલમેન્ટ ફૉર્મ : 25 જૂન
ફૉર્મ જમા કરવું : 25 જૂન
ઈન હાઉસ એડમિશન : 25 જૂન
પહેલું મેરિટ લિસ્ટ : 29 જૂન (સવારે 11 વાગ્યે)
ફૉર્મ ભરવું : 6 જુલાઈ (બપોરે ત્રણ વાગ્યા સુધી)
બીજું મેરિટ લિસ્ટ : 7 જુલાઈ (સવારે 11 વાગ્યે)
ફી ભરવી : 13 જુલાઈ (બપોરે ત્રણ વાગ્યા સુધી)
ત્રીજું મેરિટ લિસ્ટ : 14 જુલાઈ (સવારે 11 વાગ્યે)
ફી ભરવી : 16 જુલાઈ
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer