શિવસેના ભવન અને ભાજપ કાર્યાલય બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

શિવસેના ભવન અને ભાજપ કાર્યાલય બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
મુંબઈ, તા. 21 (પીટીઆઇ) : શિવસેનામાં મંગળવારે થયેલી રાજકીય ઉથલપાથલ બાદ દાદરમાં આવેલા શિવસેના ભવન બહાર મુંબઈ પોલીસે ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. એકનાથ શિંદેએ બળવો પોકાર્યો હોવાનું જાણીને રોષે ભરાયેલા સેંકડો શિવસૈનિકો શિવસેના ભવનની બહાર ભેગા થયા હતા અને પક્ષપ્રમુખ ઉધ્ધવ ઠાકરેના સમર્થનમાં નારેબાજી કરતા જોવા મળ્યા હતા. દરમિયાન નરીમાન પોઇન્ટ ખાતે આવેલા ભાજપ કાર્યાલયની બહાર પણ મંગળવારે કડક પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. શિવસેના સમર્થકોએ જણાવ્યું હતું કે, અમે ઉધ્ધવ ઠાકરેનો સાથ નહીં છોડીએ અને જેમણે સાથ છોડયો છે તેમને જવાબ અપાશે. ભૂલને માફી નહીં મળે. અમે બાળાસાહેબ ઠાકરે બાદ ઉધ્ધવ ઠાકરેને સર્વેસર્વા માનીએ છીએ. તેમનો નિર્ણય શિરોમણિ રહેશે.
Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer