મુંબઈ, તા. 21 : કુરારમાં 2011ની ચાર હત્યાઓના કેસમાં બે આરોપીઓને જામીન આપતા શહેરની અદાલતે જણાવ્યું હતું કે, પ્રથમદર્શી તેઓ કેદીઓની હત્યાનું કારણ બનેલા કાવતરામાં સામેલ નહોતા.
ઓટોરીક્ષા ડ્રાઇવર છબીનાથ દીક્ષિત અને મનોજ ગુજરને જામીન આપતા બે હુકમોમાં જજ એસ.એમ. મેનજેગેએ જણાવ્યું હતું કે કેદીઓની હત્યા કરવા તેઓ કોઈ કાવતરામાં સામેલ થયા હોવાના કોઈ પુરાવા નથી. હત્યામાં તેઓ સંડોવાયા હોવાના પણ કોઈ પુરાવા નથી.
ચાર જણની હત્યાના કેસમાં દીક્ષિત અને ગુજર ઉપરાંત કહેવાતા ગૅંગસ્ટર ઉદય પાઠક, વૈભવ ચવ્હાણ અને હેમંત ગુપ્તાના નામ પણ આરોપીઓમાં સામેલ હતા.
પીડિતોમાંના એક અને પાઠક વચ્ચે થયેલા ઝઘડાને કારણે આ હત્યાઓ કરવામાં આવી હતી. પાઠકે તેના સાગરિતોને બોલાવ્યા હતા અને તેમને ગણેશ કરાંજે (24), દિનેશ આહિરે (25), ચેતન ધુલે (24) અને તરત કુડલે (27)ને વારાફરતી ઓટોરીક્ષામાં બેસાડી કુરાર વિલેજ નજીક અપ્પાપાડા વિસ્તારમાં લઈ આવવાનું જણાવ્યું હતું, એમ પોલીસે કહ્યું હતું.
આ હત્યાઓની જાણ છઠ્ઠી જૂન, 2011ના થઈ હતી, જ્યારે ચાર અંશત રીતે બળી ગયેલા મૃતદેહો મળી આવ્યા હતા. પોતાના હુકમમાં અદાલતે જણાવ્યું હતું કે, ચવ્હાણના પુરાવા પરની એવું જાણવા મળ્યું હતું કે, દીક્ષિતની ભૂમિકા માત્ર આરોપીઓ અને કેદીઓને ઓટોરીક્ષામાં લઈ જવા પૂરતી સીમિત હતી.
Published on: Wed, 22 Jun 2022
2011માં ચાર જણની હત્યાના કેસના બે આરોપીને કોર્ટના જામીન
