અગ્નિપથ યોજના પાછી નહીં ખેંચાય : ડોભાલ

અગ્નિપથ યોજના પાછી નહીં ખેંચાય : ડોભાલ
ઉજ્વળ ભવિષ્ય માટે બદલાવ જરૂરી 
નવી દિલ્હી, તા.ર1: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(એનએસએ) અજીત ડોભાલે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાની તરફેણ કરતાં એલાન કર્યું છે કે આ યોજના પાછી ખેંચવામાં નહીં આવે. તેમણે કહ્યંy કે વધુ સારી કાલ માટે બદલાવ (રિફોર્મ્સ) જરૂરી છે.
એક મુલાકાત દરમિયાન ડોભાલે કહ્યંy કે આપણે જે કાલે કરી રહ્યા હતા, જો ભવિષ્યમાં પણ તે જ કરતાં રહ્યા તો આપણે સુરક્ષિત રહીશું તે જરૂરી નથી. જો આપણે આવતીકાલની તૈયારી કરવી છે તો આપણે પરિવર્તિત થવું પડશે. 
આ યોજના એટલા માટે જરૂરી છે કારણે ભારતમાં, ભારતની ચારેબાજુ માહોલ બદલાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની પ્રાથમિકતા દેશની સુરક્ષા છે. ડોભાલે સ્પષ્ટતા કરી કે અગ્નિવીરો સંપૂર્ણ આર્મી ક્યારેય નહીં હોય. અગ્નિવીર માત્ર પહેલાં 4 વર્ષ માટે ભરતી કરવામાં આવેલા જવાનો હશે. બાકી સૈન્યનો એક મોટો ભાગ અનુભવી હશે. જે અગ્નિવીર નિયમિત થશે તેમને 4 વર્ષ બાદ સઘન તાલીમ આપવામાં આવશે. જે રેજિમેન્ટ છે તે રહેશે તેમાં કોઈ છેડછાડ કરવામાં નહીં આવે. તેમણે અપીલ કરી કે દેશના યુવાઓ સકારાત્મક રહે, રાષ્ટ્રમાં વિશ્વાસ રાખે, નેતૃત્વમાં વિશ્વાસ રાખે, સમાજમાં વિશ્વાસ રાખે અને ખુદ પર વિશ્વાસ રાખે.

Published on: Wed, 22 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer