શાહરૂખ ખાનની જવાન સાથે દીપિકા પદુકોણ જોડાઈ

શાહરૂખ ખાનની જવાન સાથે દીપિકા પદુકોણ જોડાઈ
1992ની પચીસમી જૂને અભિનય ક્ષેત્રમાં પ્રવેશેલો શાહરૂખ ખાન કારકિર્દીનું ત્રીસમું વર્ષ શાનદાર રીતે ઉજવાય એ માટે મહેનત કરી રહ્યો છે. તેણે 2022ની શરૂઆતમાં ફિલ્મ પઠાણનું અને ત્રીજી જૂને જવાનનું સૂટિંગ શરૂ કર્યું છે, જ્યારે ક્રિસમસના વીકએન્ટ દરમિયાન ડન્કીનું શૂટિંગ કરશે. આ ત્રણે ફિલ્મોમાં શાહરૂખે દમદાર એકશન દૃશ્યો આપ્યા છે અને તે કિંગ ખાન તરીકે રૂપેરી પરદે પરત ફરવા પોતાનાથી બનતું બધું જ કરી રહ્યો છે. 
દક્ષિણ ભારતના ફિલ્મમેકર એટલી દિગ્દર્શિત શાહરૂખની ફિલ્મ પઠાણમાં દીપિકા પદુકોણ પણ નાની ભૂમિકા ભજવતી જોવા મળશે. આમાં કિંગ ખાનની સાથે નયનતારા, સાન્યા મલ્હોત્રા, રાણા દગ્ગુબાટી અને સુનીલ ગ્રોવર છે. છેલ્લા થોડા દિવસથી દીપિકા એટલી અને શાહરૂખ સાથે વાત કરતી જોવા મળે છે. તે નાની ભૂમિકા ભજવવા તૈયાર થઈ છે. પેપર વર્ક કરવાનું બાકી છે. 
હાલમાં કિંગ ખાન હૈદરાબાદમાં જ શૂટિંગ કરી રહ્યો છે અને દીપિકા પણ પ્રૉઝેક્ટ કે માટે હૈદરાબાદમાં હતી. આથી આ ત્રણે મળ્યા હતા અને દીપિકાના પાત્રની ચર્ચા કરી હતી. દીપિકા ઉપરાંત અન્ય એક સ્ટાર પુરુષ કલાકાર પણ જવાનમાં નાની ભૂમિકા ભજવતો જોવા મળશે. નોંધનીય છે કે, શાહરૂખ અને દીપિકા ફિલ્મ પઠાણમાં સાથે જોવા મળશે.
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer