સલમાન ખાન અને રિતેશ દેશમુખ સારા મિત્રો છે. તેમની આ મૈત્રીની ઝલક હવે રૂપેરી પરદે પણ જોવા મળશે. રિતેશ દેશમુખ દિગ્દર્શિત વેદ ફિલ્મમાં સલમાન કેમિયો કરે એવી શકયતા છે. મરાઠી ફિલ્મ વેદ દ્વારા રિતેશ દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ્યો છે. સલમાન આ ફિલ્મના ગીતના ડાન્સમાં જોવા મળે એવી તેની ઈચ્છા છે. આથી બંને વચ્ચે આ બાબતે વાતચીત ચાલુ છે. બધું સમુતૂતરું પાર ઉતરશે તો આ સપ્તાહને અંતે ગીતનું શૂટિંગ થશે. શૂટિંગ માટે સલમાન હૈદરાબાદથી આવશે. તે હૈદરાબાદમાં ફિલ્મ કભી ઈદ કભી દિવાલીનું શૂટિંગ કરી રહ્યો છે. શનિ-રવિ બે દિવસ શૂટિંગ કરીને પાછો જતો રહેશે.
ફિલ્મ વેદમાં રિતેશની સાથે જેનેલિયા ડી'સોઝા અને જિયા શંકર મહત્ત્વની ભૂમિકામાં છે. દસ વર્ષના લાંબાગાળા બાદ જેનેલિયા અભિનય ક્ષેત્રે પુનરાગમન કરી રહી છે અને આ દ્વારા તે મરાઠી ફિલ્મોદ્યોગમાં પ્રવેશી રહી છે. જિયા પણ લોકપ્રિય ટીવી અભિનેત્રી છે અને મરાઠી અભિનય ક્ષેત્રે તે પ્રવેશી રહી છે.
Published on: Thu, 23 Jun 2022