પોતાના પ્રોડકશન હાઉસ અંતર્ગત ફિલ્મ બનાવશે
ચેન્નાઈ, તા.22 : આઈપીએલમાં ચેન્નાઈ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની ટૂંક સમયમાં દક્ષિણ ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. સાઉથના સુપર સ્ટાર થાલાપથી વિજય સાથે તે એક ફિલ્મ પ્રોડયૂસ કરવા જઈ રહયાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર કોલીવુડમાં ધોની ધમાકેદાર એન્ટ્રી કરશે. વિજયની ફિલ્મને તે પ્રોડયૂસ કરશે અને ફિલ્મમાં ખાસ કૈમિયો કરતા પણ જોવા મળશે. એવી ચર્ચા છે કે ધોનીએ વિજયને ફોન કરીને પોતાની ફિલ્મ કરવા આગ્રહ કર્યો હતો. સાઉથમાં ધોની ખૂબ લોકપ્રિય છે અને વિજય તેની ફિલ્મ કરવા રાજી થયાનું માનવામાં આવે છે. ધોનીએ તાજેતરમાં પોતાનું પ્રોડકશન હાઉસ શરુ કરી ફિલ્મી એન્ટ્રીનો સંકેત આપ્યો હતો.
Published on: Thu, 23 Jun 2022
ધોનીની નવી ઈનિંગ્સ : થાલાપથી વિજય સાથે કરશે ફિલ્મી ધમાકો
