પૂર્વ પાક. ક્રિકેટર ઝહિર અબ્બાસ કોરોના સંક્રમિત : આઈસીયુમાં દાખલ

પૂર્વ પાક. ક્રિકેટર ઝહિર અબ્બાસ કોરોના સંક્રમિત : આઈસીયુમાં દાખલ
લંડન, તા.22 : પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર-મેચ રેફરી ઝહિર અબ્બાસ કોરોના સંક્રમિત બન્યા બાદ તેમની તબિયત લથડી છે. લંડનમાં આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી છે. એક જમાનાના લોકપ્રિય ક્રિકેટર 74 વર્ષિય અબ્બાસને કોરોના થયા બાદ લંડનની પૈડિગ્ટન ખાતેની સેંટ મેરી હોસ્પિટલમાં દાખલ કરાયાના 3 દિવસ બાદ હાલત ગંભીર થતાં આઈસીયુમાં ખસેડાયા અને ડાયાલીસીસ કરાઈ રહ્યં છે. તેઓ દુબઈથી લંડન પહોંચ્યા બાદ તબીયત લથડી અને ન્યુમોનિયા હોવાનું નિદાન થયું હતું.
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer