કીવ, તા. 22 : રશિયાની સેના દ્વારા ચાર મહિના જેટલા લાંબા સમયથી જારી યુદ્ધના ઘાતક પ્રહારોએ ભલે યુક્રેનમાં પારાવાર વિનાશ વેર્યો છે, પરંતુ હિમ્મત હાર્યા વિના મજબૂત મુકાબલો કરી રહેલા યુદ્ધગ્રસ્ત યુક્રેનની સેનાએ પણ રૂસી સેનાને મોટા ફટકા આપ્યા છે.
યુક્રેની સેનાએ દાવો કર્યો હતો કે, અમે વળતા પ્રહારમાં રશિયાની એક મિસાઈલ, બે ડ્રોન તેમજ દારૂગોળાનો ડેપો નષ્ટ કરી નાખ્યા છે.
વધુમાં, 24 ફેબ્રુઆરીથી 21મી જૂન વચ્ચે યુક્રેનની સેનાએ રૂસના 34 હજારથી વધુ સૈનિકોને માર્યા?હોવાનો દાવો પણ કરતો હતો.
Published on: Thu, 23 Jun 2022