નવી દિલ્હી, તા. 22 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી જૂને યુએઇની યાત્રાએ જશે. વિદેશ મંત્રાલય દ્વારા યુએઇ પ્રવાસને લઈને જાણકારી જારી કરવામાં આવી છે. મંત્રાલયના કહેવા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26-27 જૂનના રોજ જર્મનીમાં જી7 શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ યુએઇ જશે અને યુએઇના પૂર્વ રાષ્ટ્રપતિ તેમજ અબુ ધાબીના શાસક રહેલા શેખ ખલીફા બિન જાયેદ અલ નાહ્યાનાં નિધન ઉપર વ્યક્તિગત શ્રદ્ધાંજલિ આપશે. આ ઉપરાંત યુએઇના નવા રાષ્ટ્રપતિ બનવા ઉપર શેઅ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યાનને અભિનંદન પણ પાઠવશે. ત્યારબાદ 28મી જૂને રાત્રીના જ ભારત પરત ફરશે.
Published on: Thu, 23 Jun 2022