મિત્ર રશિયા પાસેથી ભારતે પચીસ ગણી વધારે ક્રૂડ ખરીદી કરી

આજે બ્રિક્સ સમિટમાં પુતિન સાથે વર્ચ્યુઅલ બેઠક
મોસ્કો, તા. 22: યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાની ધમકીઓ છતાં પણ ભારત પોતાના મિત્ર રશિયા સાથે અડગ રીતે ઉભું છે. ભારત ઊર્જાની વધી રહેલી કિંમતથી પોતાને બચાવવા માટે રશિયા પાસેથી મોટાપાયે સસ્તું ક્રૂડ ખરીદી રહ્યું છે. યુદ્ધ બાદ અમેરિકી પ્રતિબંધો વચ્ચે રશિયાથી ભારતની ક્રૂડ આયાતમાં 25 ગણો વધારો થયો છે. જેનાથી રશિયાને પશ્ચિમી દેશોનાં પ્રતિબંધોની મારથી બચવામાં ઘણી મદદ મળી રહી છે જ્યારે હવે પીએમ મોદી ગુરુવારે બ્રિક્સ દેશોની બેઠકમાં સામેલ થવા જઈ રહ્યા છે. જેમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી ઝિનપિંગ પણ સામેલ થશે. 
એક અહેવાલ પ્રમાણે યુક્રેન યુદ્ધ રશિયાથી ભારતની ક્રૂડ આયાતમાં 25 ગણો વધારો થયો છે. યુદ્ધ શરૂ થતા પહેલા ભારતે રશિયા પાસેથી ફેબ્રુઆરી મહિનામાં 30 હજાર બેરલ ક્રૂડ ખરીદ્યું હતું અને જૂન મહિનામાં આ ખરીદી 10 લાખ બેરલ પ્રતિદિવસ સુધી પહોંચી છે. જે યુરોપની રશિયા પાસેથી આયાતના 25 ટકા છે. આ પહેલા યુરોપિયન દેશોના નેતાઓઁએ એલાન કર્યું હતું કે વર્ષના અંત સુધીમાં રશિયા પાસેથી ક્રૂડની ખરીદી 90 ટકા જેટલી ઘટાડી દેશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતે પોતાની કંપનીઓને કહ્યું છે કે રશિયા પાસેથી મોટાપાયે ક્રૂડની આયાત કરવામાં આવે.
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer