ચીનમાં પૂરનો પ્રકોપ : પાંચ લાખ લોકો બેહાલ

બીજિંગ, તા. 22 : ચીનના જિયાંગ્શીના 80 પ્રાન્તમાં તોફાની વરસાદ અને પૂરપ્રકોપથી પાંચ લાખથી વધુ લોકો હેરાન, પરેશાન થઈ ગયા છે, તો 43 હજાર હેકટરથી વધુ ભૂમિ પર ખેતી બરબાદ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, આ કુદરતી આફતના કારણે અત્યાર સુધી 40 કરોડ ડોલરથી વધુ પ્રત્યક્ષ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.હાઈડ્રોલોજીકલ સેન્ટર્સ તરફથી યાંગત્જે જેવી નદીઓમાં પાણીનું સ્તર વધવાના ખતરા અંગે રેડએલર્ટ જારી કરાયું છે. પૂરપીડિત વિસ્તારો સુધી પહોંચીને ઘરો ગુમાવી દેનારા પરિવારોને સલામત સ્થળો તરફ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.
Published on: Thu, 23 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer