અક્ષય કુમાર અને માનુષી છિલ્લર અભિનિત ઐતિહાસિક ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ 2022ની સૌથી મોટી ફલોપ ફિલ્મ બની છે. રૂ. 300 કરોડના બજેટ સાથે બનાવવાં આવેલી આ ફિલ્મે માંડ રૂ. 100 કરોડની કમાણી કરી છે. ફિલ્મ રજૂ થઈ તે પહેલાં જ વિવાદોમાં અટવાઈ હતી. છેલ્લી ઘડીએ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હતું. આમ છતાં ફિલ્મ નબળી રજૂઆતને લીધે ફલોપ ગઈ. આથી એવી ચર્ચા હતી કે નિર્માતા આદિત્ય ચોપરા અને દિગ્દર્શક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ નિષ્ફળતા માટે અક્ષયને દોષ આપ્યો છે. એક અહેવાલમાં એવું હતું કે, અક્ષય તેમની વાત માનતો નહોતો અને તેણે મૂછ પણ ઉગાડી નહોતી કેમ કે તે સમ્રાટ પૃથ્વીરાજની સાથે બીજી ફલ્મોનું શૂટિંગ કરતો હતો. ઈતિહાસના આટલા મહત્ત્વના પાત્રને ભજવવા માટે તેણે પૂરતો સમય કે શક્તિ આપ્યા નહોતા.
જોકે, દિગ્દર્શક દ્વિવેદીએ આ અહેવાલને રદિયો આપતાં કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં હું અને અક્ષય સારા મિત્રો બની ગયા છે. તે માત્ર કલાકાર નથી, પરંતુ મિત્ર, શુભેચ્છક અને સાથી છે. તે મારા કરતાં નાનો હોવાથી મારી સંભાળ રાખતો હતો. ફિલ્મની નિષ્ફળતા માટે મેં તેને કયારેય દોષ આપ્યો નથી. અને શા માટે આપું? તે નહોત તો ફિલ્મ જ ન બની હોત. સમ્રાટ પૃથ્વીરાજની નિષ્ફળથા માટે જો કોઈ જવાબદાર હોય તો તે હું છું. હું પ્રેક્ષકોને સમજી શકયો નહીં.
Published on: Fri, 24 Jun 2022
સમ્રાટ પૃથ્વીરાજની નિષ્ફળતાની જવાબદારી દિગ્દર્શકે સ્વીકારી
