80ના દાયકામાં રામ તેરી ગંગા મૈલી ફિલ્મ કરીને જાણીતી બની ગયેલી અભિનેત્રી મંદાકિની હવે મ્યુઝિક વીડિયો મા ઓ માથી પુનરાગમન કરી રહી છે. મંદાકિનીએ સોશિયલ મીડિયા પર આ વીડિયોનું પ્રથમ પોસ્ટર મૂકીને જાહેરાત કરી છે. પુત્ર રાબીલ ઠાકુર સાથે તે અભિનય ક્ષેત્રે પરત આવી રહી છે. તેણે જણાવ્યું હતું કે, મે મારા પુનરાગમન પ્રૉજેક્ટનું પોસ્ટર મૂકયું છે. તે જોઈને તમારી પ્રતિક્રિયા જણાવો. ચાહકોએ તેને સારો પ્રતિસાદ આપ્યો છે.
અગાઉ મંદાકિનીએ જણાવ્યું હતું કે, દિગ્દર્શક સર્જન અગ્રવાલની સાથે જોડાયાનો આનંદ છે. હું લાંબાસમયથી તેમને ઓળખું છું અને હવે સાથે કામ કરવાની તક મળી છે. મા ઓ મા સુંદર ગીત છે અને તે સાંભળતાં જ પ્રેમમાં પડી ગઈ હતી. વળી આ ગીતમાં મારો પુત્ર મુખ્ય ભૂમિકામાં છે.
Published on: Fri, 24 Jun 2022