નવી દિલ્હી, તા. 23 : ચાર દિવસની ભારતયાત્રાએ આવેલા ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માર્લેસે ગુરુવારે ચીન પર નિશાન સાધતાં જણાવ્યું કે, લદ્દાખ સીમા વિવાદમાં અમે ભારતની સાથે છીએ.
ચીન ઓસ્ટ્રેલિયા માટે સુરક્ષાની મોટી ચિંતા છે અને ભારતની પણ ડ્રેગન અંગે આવી જ ચિંતાઓ છે. પૂર્વ લદ્દાખ સીમા વિવાદમાં ઓસ્ટ્રેલિયા પૂર્ણ પણે ભારત સાથે ઊભું છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
પત્રકાર પરિષદમાં ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રીએ ચીન અને રશિયા વચ્ચે વધતા સુરક્ષા સહયોગ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.
મોર્લેસે કહ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા સુરક્ષા સંબંધોના વિસ્તાર માટે પ્રતિબદ્ધ છે. અમારો દેશ ભારતને વૈશ્વિક દૃષ્ટિકોણનાં કેન્દ્રમાં રાખે છે.
Published on: Fri, 24 Jun 2022