સાઉદી આરબે વધાર્યો ભારતનો હજ કવોટા

નવી દિલ્હી, તા. 12 : સાઉદી આરબે ભારતનો હજનો વર્ષનો કવોટા વધારીને એક લાખ 70 હજાર કરી દીધો છે. પહેલા એક લાખ 36 હજાર હતો. છેલ્લાં 29 વર્ષમાં કવોટામાં આ સૌથી મોટો વધારો છે. લઘુમતી ખાતાના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી અને સાઉદી આરબના હજ અને ઉમરા પ્રધાન ડૉ. મુહમ્મદ સાલેહ બિન તાહિર વેંતેને બુધવારે જેદ્દાહમાં આ સંદર્ભમાં એક કરાર પર સહી કરી છે. કરાર પ્રમાણે હજ કવોટામાં વધારો આ વર્ષથી લાગુ થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer