વેતન કમાણીના મામલે વિરાટ કોહલી ત્રીજા સ્થાને

પહેલા-બીજા નંબર પર સ્મિથ અને રૂટ: વિલિયમ્સન ઘણો પાછળ
નવી દિલ્હી, તા.18: ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ પૈસો ભારતમાંથી આવે છે. ભારતીય ક્રિકેટરોની કમાણી કરોડો અને અબજોમાં છે. આમ છતાં આ વર્ષે 2017માં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા પર ક્રિકેટરોને જે સેલરી (વેતન) મળે છે તેની વાત આવે તો ભારતીય સુકાની વિરાટ કોહલી ટોચ પર નથી. આ સૂચિમાં પહેલા નંબર પર ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન સ્ટીવન સ્મિથ પહેલા અને ઇંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન જો રૂટ બીજા નંબર પર છે.
આ સૂચિ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમતા કરારબધ્ધ ખેલાડીઓની છે. તેમાં ટી-20 લીગની કમાણીના કે જાહેરાતની કમાણીના આંકડા સામેલ નથી. રિપોર્ટ અનુસાર ઓસિ. સુકાની સ્ટિવન સ્મિથની વેતનની કમાણી 1.46 મિલિયન ડોલર (9.49 કરોડ રૂપિયા) સાથે ટોચ પર છે. તેના પછીના નંબર પર ઇંગ્લેન્ડનો ટેસ્ટ સુકાની જો રૂટ છે. તેની વેતન કમાણી 1.38 મિલિયન ડોલર (8.97 કરોડ રૂપિયા) છે. 
ત્રીજા નંબર પર ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી છે. તેની વેતન કમાણી 1 મિલિયન ડોલર (6.પ કરોડ રૂપિયા) છે. જો કે રવિ શાત્રી વિરાટથી પણ આગળ છે. તેની વેતન કમાણી 7.6 કરોડ રૂપિયા છે. જો કે તે કોચ છે અને ખેલાડીની સૂચિમાં નથી.
દ. આફ્રિકાના ફાક ડૂ પ્લેસિસને આ વર્ષે 0.પ9 મિલિયન ડોલર અને શ્રીલંકાના એન્જેલો મેથ્યૂસને 0.32 મિલિયન ડોલર વેતનરૂપે મળ્યા છે. પાકિસ્તાનના સુકાની સરફરાઝ અહેમદની કમાણી 0.30 મિલિયન ડોલર, ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સનની કમાણી 0.2પ મિલિયન ડોલર, બંગલાદેશના શકિબ અલ હસનની 0.14 મિલિયન ડોલર અને ઝિમ્બાબ્વેના ગ્રીમ ક્રેમરની 0.09 મિલિયન ડોલર વેતન કમાણી આ વર્ષે રહી છે. જે આ મામલે ઘણા પાછળ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer