સચીન કોમિક બુક હીરોના રૂપમાં

સચીન કોમિક બુક હીરોના રૂપમાં
નવી દિલ્હી, તા.18: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર નેશનલ જ નહીં ઇન્ટરનેશનલ હિરો છે. હવે સચિન તેંડુલકર કોમિક બૂક હિરો અવતારમાં જોવા મળશે. 
રિપોર્ટ અનુસાર સચિનની આત્મકથા પ્લેઇંગ ઇટ માય વે હવે નવા અવતાર સાથે ટૂંક સમયમાં આવી રહી છે. જેમાં સચિનને કોમિક બૂક હિરોના રૂપમાં દર્શાવવામાં આવશે. આ ફેરફાર ખાસ બાળકો માટે કરાયો છે. 
એક સપ્તાહની અંદર આ કોમિક બૂક બજારમાં મળવા લાગશે. સચિન પરની આ કોમિક બૂકના 2પ પાના હશે. જેમાં સચિનની કેરિયરના મહત્વની ક્ષણોને આવરી લેવામાં આવી છે. જેમાં તેના પહેલા કોચ રમાકાંત આચરેકર સાથેનું પ્રકરણ પણ હશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer