બેસ્ટ કર્મચારીઓને બોનસ મળતાં હડતાળનો અંત

મુંબઈ, તા. 18 : બોનસની માગણી સાથે બેસ્ટ કર્મચારીઓએ ભાઈબીજના દિવસે યોજેલી હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે. મેયર વિશ્વનાથ મહાડેશ્વર સાથે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ બેઠકમાં બેસ્ટ કર્મચારીઓને સુધારણા કરવાની શરતે રૂા. 5500ની એડવાન્સ રકમ આપવાનો નિર્ણય લેવાયો હતો. સુધારણા થઈ તો આ રકમને બોનસ ગણવામાં આવશે. અન્યથા તેને દિવાળીની `એડવાન્સ' ગણી પ્રચલિત નિયમાનુસાર વસૂલાત કરવામાં આવશે એવી સ્પષ્ટતા પાલિકાએ કરી છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer