ટ્રમ્પ દ્વારા વ્હાઈટ હાઉસમાં દિવાળી - ઉજવણી, પુત્રી સાથે દીપપ્રાગટય

ટ્રમ્પ દ્વારા વ્હાઈટ હાઉસમાં દિવાળી - ઉજવણી, પુત્રી સાથે દીપપ્રાગટય
દેશનાં વિધવિધ ક્ષેત્રમાંના ભારતીય અમેરિકીઓના યોગદાનને બિરદાવ્યું
વોશિંગ્ટન, તા. 18: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં તેમની પ્રથમ દિવાળી ઉજવી હતી. ટ્રમ્પે અને ઉજવણીમાં સામેલ તેમનાં પુત્રી ઈવાન્કા ટ્રમ્પે દીપ પ્રાગટય કર્યુ હતું. ટ્રમ્પે દેશમાં શિક્ષણ, મેડિસીન, વ્યાપાર અને શિક્ષણમાં ભારતીય-અમેરિકીઓના યોગદાનને આ તકે બિરદાવ્યું હતું અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના મજબૂત સંબંધોને તેમને મન ભારે મૂલ્ય હોવાનું જણાવ્યુ હતું. ટ્રમ્પ સાથે તેમના વહીવટીતંત્રમાંના ભારતીય-અમેરિકીઓ-નિકકી હાલે, સીમા વર્મા, અજિત પૈ અને રાજ શાહ પણ સામેલ હતા.
ટ્રમ્પે ઉજવણીનો વીડિયો ફેસબુક પર મૂકવા સાથે જણાવ્યુ હતું કે, આજે અમે ધ પીપલ્સ હાઉસમાં આ તહેવાર ગર્વભેર ઉજવી રહ્યા છીએ. આમ કરવામાં અમે અમારા ગ્રેઈટ અમેરિકી પરિવારમાં ભારતીય-અમેરિકીઓ અને હિન્દુ -અમેરિકીઓને દિલથી સ્થાન આપતા હોવાનું, મૂડી સમા હોવાનું  અને ચાહતા હોવાનું દૃઢાવીએ છીએ.  વિશ્વની સૌથી મોટી લોકશાહી ઉભી કરનાર હિન્દુ ધર્મના વતન ભારતના પ્રજાજનોને  દિવાળી ઉજવીને અમે ખાસ યાદ કરીએ છીએ. દિવાળી ભારતીયોના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે અને નવા વર્ષ માટેના શાંતિ-સમૃદ્ધિનો આ અવસર છે અને વિશ્વભરમાંના 1 અબજથી વધુ હિન્દુઓ અને અમેરિકામાંના વીસ લાખથી વધુ હિન્દુઓ માટેનો મનગમતો તહેવાર છે, જેને અમેરિકા, ભારત અને વિશ્વભરમાંના બૌદ્ધો, શીખો, જૈનો ય ઉજવે છે. (વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની પરંપરાનો આરંભ પૂર્વ અમેરિકી પ્રમુખ જયોર્જ બુશે શરૂ કરી હતી

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer