અયોધ્યાએ સમગ્ર વિશ્વને આપ્યો દિવાળીનો ઉત્સવ : યોગી

અયોધ્યાએ સમગ્ર વિશ્વને આપ્યો દિવાળીનો ઉત્સવ : યોગી
દીવડાંના વિશ્વ વિક્રમથી ઝળહળ્યું અયોધ્યા
લખનઊ, તા. 18 : અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમ માટે પહોંચેલા ઉ. પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સરયૂ નદીના તટે રામકથા પાર્કમાં લોકોને સંબોધી સમાજવાદી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે તે રાવણરાજ્ય હતું, જેમાં બધા ભેદભાવો હતા. અયોધ્યાએ દેશ-દુનિયાને માનવ જાતિના કલ્યાણનો માર્ગ દાખવ્યો છે.
આજનો કાર્યક્રમ યોગીના અયોધ્યા કાર્યક્રમનું પહેલું ચરણ છે અને આવા ચાર ચરણ થવાના છે. તેમણે કહ્યું હતું કે આઝાદી બાદ અયોધ્યા સાથે અન્યાય થતો આવ્યો છે, પણ હવે એવું નહીં થાય. આજના દીપોત્સવ પ્રસંગે ભારત સરકારે અહીં રૂા. 135 કરોડના ખર્ચે વિભિન્ન યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે અયોધ્યા રામ રાજ્યની પરિકલ્પનાને સાકાર કરે છે. તુલસીદાસજીએ અહીં રામલીલાની શરૂઆત કરી હતી. અમે ઉ.પ્ર.ને વિશ્વનું પર્યટન કેન્દ્ર બનાવવા પ્રયત્નશીલ છીએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer