એશિયા કપમાં ભારત ત્રીજી વાર ચૅમ્પિયન


ફાઇનલમાં મલેશિયા સામે 2-1 ગોલથી યાદગાર વિજય
 
ઢાકા તા.22: એશિયા કપમાં ભારતીય હોકી ટીમ ત્રીજીવાર ચેમ્પિયન બની છે. આજે રમાયેલા એશિયા કપના રસાકસીભર્યાં અને છેલ્લે સુધીના ઉતાર-ચડાવભર્યાં મુકાબલામાં ભારતીય હોકી ટીમે મલેશિયા સામે 2-0 ગોલથી યાદગાર વિજય મેળવ્યો હતો. એશિયા કપમાં ભારત 10 વર્ષ બાદ ચેમ્પિયન બન્યું છે. 
આ પહેલા ભારતીય હોકી ટીમ વર્ષ 2003 અને 2007માં ચેમ્પિયન બની હતી. છેલ્લે 2011ના એશિયા કપમાં ભારતીય ટીમ ફાઇનલમાં દ. કોરિયા સામે હારી હતી, પણ આજે ફાઇનલમાં મલેશિયા સામે જીત મેળવીને એશિયા કપ કબજે કરીને દેશવાસીઓને નવા વર્ષની શાનદાર ભેટ આપી હતી. ભારતીય ખેલાડી આકાશદિપ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો. અન્ય એક મેચમાં દ. કોરિયાએ પાકિસ્તાનને 6-1થી હાર આપીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
ફાઇનલમાં ભારતે મેચની ત્રીજી મિનિટે જ રમનદિપના ફિલ્ડ ગોલથી 1-0ની સરસાઇ મેળવી લીધી હતી. બીજા કવાર્ટરમાં 29મી મિનિટે ભારત તરફથી લલિત ઉપાધ્ધાયે પણ શાનદાર ફિલ્ડ ગોલ કર્યોં હતો. આથી ભારત 2-0થી આગળ થયું હતું. આ પછી મલેશિયાએ પણ શાનદાર રમતનું પ્રદર્શન કરીને મેચની 50મી મિનિટે ગોલ કર્યોં હતો. આ ગોલ શાહરિલ સબાએ કર્યોં હતો. મેચની આખરી 10 મિનિટમાં મલેશિયાએ બરાબરીનો ગોલ કરવા ભરચકક પ્રયાસ કર્યાં હતા, પણ ભારતીય રક્ષા હરોળે દીવાલ બનીને બચાવ કર્યાં હતા. 
ભારતે આ પહેલા ગઇકાલે રાઉન્ડ-4ના તેના આખરી મેચમાં પાકિસ્તાન સામે 4-0

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer