પ્રતિબંધિત સંગઠનોની યાદીમા ઝાકિર નાઈકના આઈઆરએફ સહિત 55 સંગઠનો

પ્રતિબંધિત સંગઠનોની યાદીમા ઝાકિર નાઈકના આઈઆરએફ સહિત 55 સંગઠનો


ગૃહ મંત્રાલયે આરટીઆઈ હેઠળ જારી કરી વિગતો

નવી દિલ્હી, તા. 22 : કેન્દ્ર સરકારે અલકાયદા, ઈસ્લામીક સ્ટેટ,  લશ્કર એ તૈયબા સહિતના સ્થાનિક અને આતંરરાષ્ટ્રીય આતંકી દળો તેમજ ઝાકિર નાઈકની ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન  (આઈઆરએફ) સહિત ગેરકાયદેસર કામો કરતી સંસ્થાઓની યાદી તૈયાર કરી છે. આ તમામ સંગઠનો અને સંસ્થાઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ યાદીમાં યુનો દ્વારા પ્રતિબંધિત ઠેરવવામાં આવેલા સંગઠનોનો પણ સમાવેશ થાય છે.
ગૃહ મંત્રાલયના આતંરિક સુરક્ષા વિભાગના કહેવા પ્રમાણે પ્રતિબંધિત સંગઠનોમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત સંગઠનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રતિબંધિત સંગઠનોમાં લશ્કર એ તૈયબા, યા પાસવાન એ અહલે હદિસ, જૈશ એ મહોમ્મદ, હરકત ઉલ મુઝાહિદ્દીન  વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હિઝબુલ મુઝાહિદ્દીન, પીર પંજાલ રેજીમેન્ટ, આઈએસઆઈએસ, સીરિયા જેવા આતંકી સંગઠનોને પણ યાદીમાં સમાવવામાં આવ્યા છે. આતંકી સંગઠન ઉપરાંત ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા સંગઠનોની  પણ યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં ઝાકિર નાઈકની ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનનો પણ સમાવેશ થાય છે.  સરકારે અલ ઉમર મુઝાહિદ્દીન, ઈસ્લામીક સ્ટેટ, દાયેશ, ખાલસા ઈન્ટનેશનલ સહિત ખાલિસ્તાન સંબંધિત દળો, બોડોલેન્ડ, પીપીએ, કાંગ્લીપાક કોમ્યુનિસ્ટ પાર્ટી, માર્કસવાદી અને માઓવાદી સંગઠનો, તામિલનાડુ લિબરેશન આર્મી, તમિલ નેશનલ રિટ્રાઈવલ ટ્રુપ્સ, અખિલ ભારતીય નેપાળી એકતા સમાજ સહિતના સંગઠનો પ્રતિબંધિત ઠેરવાયેલા સંગઠનોની યાદીમાં છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા સંગઠનોમાં સ્ટુડન્ટ ઈસ્લામીક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા, ઉલ્ફા, ત્રિપુરા ટાઈગર્સ, ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન વગેરેનો સમાવેશ થાય છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer