ફિલ્મનિર્માતા અને રાણી મુખરજીના પિતા રામ મુખરજીનું અવસાન

ફિલ્મનિર્માતા અને રાણી મુખરજીના પિતા રામ મુખરજીનું અવસાન

મુંબઈ, તા. 22 (પીટીઆઈ): ફિલ્મનિર્માતા અને અભિનેત્રી રાણી મુખરજીના પિતા રામ મુખરજીનું આજે વહેલી સવારે અવસાન થયું છે. તેમની ઉંમર 84 વર્ષ હતી. તેમની અંતિમવિધિ આજે કરવામાં આવી હતી.
રામ મુખરજી લાંબા સમયથી બીમાર હતા. સૂત્રોએ જણાવ્યું 
હતું કે તેમનું બ્લડપ્રેશર ખૂબ ઘટી જતાં તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યાં તબીબોએ વહેલી સવારે પાંચ વાગ્યે મૃત ઘોષિત કર્યા હતા.
રાણી મુખરજીએ વર્ષ 1996માં `િબયરફૂલ' દ્વારા બૉલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. તેમાં નિર્માતા અને દિગ્દર્શક એ બન્ને જવાબદારી રામ મુખરજીએ નિભાવી હતી.
તેમણે `હમ હિન્દુસ્તાની'  તેમ જ દિલીપકુમાર અને વૈજયંતીમાલાને ચમકાવતી ફિલ્મ `લીડર'નું પણ દિગ્દર્શન કર્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer