રાહુલ આજે નવસર્જન ગુજરાત જનાદેશ મહાસંમેલનને સંબોધશે


અલ્પેશ ઠાકોર સત્તાવાર રીતે કૉંગ્રેસમાં જોડાશે : હાર્દિક પટેલ કૉંગ્રેસના ઉપપ્રમુખને નહીં મળે

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.22 : કૉંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતી કાલે તા.23 અૉક્ટોબર ને સોમવારના રોજ ગાંધીનગર ખાતે ચ-3 સર્કલ પાસે આવેલા રામકથા મેદાન ખાતે બપોરે 1 કલાકે યોજાનાર નવસર્જન જનાદેશ મહાસંમેલનમાં ઉપસ્થિતિ રહીને સંબેધન કરશે. આ મહાસંમેલનમાં ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર સત્તાવાર રીતે કૉંગ્રેસમાં જોડાશે. સવારે દિલ્હીથી વિમાન માર્ગે અમદાવાદ ખાતે આગમન બાદ રાહુલ ગાંધી  સાથે સામાજિક આંદોલન ચલાવી રહેલ અને શિક્ષણ, રોજગાર સહિતના હક્ક અને અધિકાર માટે લડત ચલાવનાર હાર્દિક પટેલ અને પાસના અન્ય આગેવાનો સાથે એક બેઠક યોજશે. સાથોસાથ આંદોલન ચલાવી રહેલા દલિત સમાજના આગેવાનો સાથે બપોરે 3 કલાકે બેઠક પણ યોજશે. જોકે હાર્દિક પટેલે એક ન્યુઝ ચૅનલને જણાવ્યું હતું કે, તે રાહુલ ગાંધીને મળવા નહીં જાય.
પ્રદેશ કૉંગ્રેસપ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 22 વર્ષથી ભાજપના કુશાસનથી પીડાતી ગુજરાત પ્રજાને કૉંગ્રેસ પાસે સુરાજ્યની અપેક્ષા છે. આવા સંજોગોમાં ભાજપ સરકારની  પ્રજાવિરોધી નીતિઓથી  હેરાન-પરેશાન નાગરિકોની  લાગણીને વાચા આપવા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ લોકઆંદોલન શરૂ કર્યા હતા. 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer