ઈપીએફએ શૅરબજારમાં કરેલાં રોકાણનો લાભ કર્મચારીઓને મળશે


નવી દિલ્હી, તા. 22 : ઈપીએફ (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) એક્સચેન્જ ટ્રેડ ફંડમાં રોકેલી રકમનો અમુક ભાગ ખાતેદારોને આપવા માટે વિચારણા કરી રહી છે. આ મામલે આગામી મહિનામાં નિર્ણય થઈ શકે છે. ઈપીએફના આ નિર્ણયથી પ્રત્યેક પીએફ ખાતાના બેલેન્સમાં 15 ટકા જેટલો વધારો થઈ શકે છે. 
ઈપીએફના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની આગામી નવેમ્બર મહિનામાં બેઠક મળવાની છે. આ બેઠકમાં ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડ ફંડ)નો અમુક ભાગ ખાતેદારોને આપવાનો નિર્ણય કરવામાં આવશે. ઈટીએફ એક પ્રકારનું સ્ટોક એક્સચેન્જમાં રોકાણ છે. જે બોન્ડ મારફતે કરવામાં આવે છે. કૈગે ઈપીએફઓના આ પગલાને સૈધ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે. ચાલુ વર્ષની શરૂઆતમાં સીબીટીની બેઠકમાં આ પ્રસ્તાવને કેગ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે કેગ દ્વારા અમુક બાબતોએ વાંધા દર્શાવ્યા છે જે અંગે આગામી બેઠકમાં વિચારણા કરવામાં આવશે. ઈટીએફમાં 2015ના વર્ષથી રોકાણ શરૂ કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ઈપીએફ દ્વારા ઈટીએફમાં કરવામાં આવેલુ રોકાણ 45 હજાર કરોડ ઉપર પહોંચી જશે. પહેલા રોકાણનું પ્રમાણ 5 ટકા હતું જે વધારીને 15 ટકા કરવામાં આવ્યું છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer