ચીનને પાકિસ્તાનમાં પોતાના રાજદૂતની હત્યાની આશંકા


 
નવી દિલ્હી, તા. 22 : પાકિસ્તાની આતંકી સંગઠનોના ભયના કારણે ચીને પોતાના રાજદૂતની સુરક્ષા વધારવા માટે પાકિસ્તાન સમક્ષ અપીલ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે, ચીનના રાજદૂતની હત્યા કરવા માટે ઈસ્ટ તુર્કિસ્તાન ઈસ્લામીક મુવમેન્ટ સંગઠનનું એક જૂથ પાકિસ્તાનમાં ઘૂસી ગયું છે. મંત્રાલયને આ પત્ર ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોરના મુખ્ય વ્યક્તિ પિંગ યિંગ ફી તરફથી લખવામાં આવ્યો છે. જેમાં રાજદૂત સાથે પાકિસ્તાનમાં રહેતા ચીનના નાગરિકોની સુરક્ષા પણ વધારવા માટે માગ કરવામાં  આવી છે. 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer